how to get a slipped disc back in place

how to get a slipped disc back in place

March 11, 2024

Find out the best methods for getting a slipped disc back in place, including stretching exercises, chiropractic adjustments, and lifestyle changes. Get relief from pain and discomfort with these proven techniques.

કમર ની ગાદી કેવી રીતે ખસી ગઈ અને કેવી રીતે સારી થઇ તેની આખી કહાની- Sanjay Lathiya

હું સંજય લાઠીયા પોતાની કહાની જ કહું છુ, મને કમર ની ગાદી ખસી ગઈ તેના પેલા મારી કઈ કઈ એકટીવીટી ચાલુ હતી તે જોઈએ. 

મેં વિચાર કર્યો કે મારુ  વજન ને ૮૫ કિલો થી ઘટાડી ને ૭૫ કિલો કરવા કઈ એકટીવીટી કરવી જોઈએ. મેં દરરોજ સવારે ૨-૩ કિલોમીટર ચાલવાનું શરુ કર્યું. આવું ૧૦ દિવસ સુધી ચાલ્યું, પછી મારા મિત્ર જોડે મળીને યોગા ક્લાસ શરુ કર્યા. ૧ મહિના સુધી યોગા ક્લાસ માં ગયા પછી બીજા મહિના માં હાર્ડ યોગા શરુ થયા અને BACK PAIN શરુ થવા લાગ્યું. હવે મારે એક દિવસ છોડી ને એક દિવસ નિયમિતતા બદલવાની જરૂર હતી. પરંતુ મેં એવું કર્યું નહિ. અને એક દિવસ મેં એક નાના માણસ ને મદદ કરી, મેં તેમને માથા પર પોટલાં મુકાવ રાવ્યા. અને ૧૫ મિનિટ ની અંદર આવું ૮ વખત કર્યું.જયારે આઠમી વખત પોટલું ઉંચકાવી ને તેના માથે મુકતો હતો એટલે હું નીચે પડી ગયો. મને એમ જ લાગ્યું કે મને કળ ચડી ગઈ છે, પરંતુ ફિજિયોથેરાપીસ્ટ ને બોલાવ્યા એટલે એમને જણાવ્યું કે કમર માંથી L -૪ અને L -5 ના મણકા માંથી ગાદી ખસી ગઈ છે, ૧૫-૨૫ દિવસ સુધી નો આરામ કરવો પડશે. પરંતુ હું જો આરામ કરીશ તો મારુ કામ કાજ ઠપ થઇ જશે અને ઉપર દિવાળી નો સમય છે. આથી મેં મારી કમર ના ભોગે ઓફિસે આવવાનું ચાલુ રાખ્યું અને દુખાવાની દવા લીધી અને મારુ કામ ચાલુ રાખ્યું.આને હું મારી હિમ્મત સમજતો હતો એ મારી મોટા માં મોટી ભૂલ હતી.  દિવાળી ની રજાઓમાં ૧૫૦૦ કિલોમીટર ફોરવહીલર ચલાવી ને અંતે કમર ની પથારી ફેરવી નાખી.મને ઊંચકીને બાથરૂમ સુધી લઇ જાય અને બેડ પર જો પડખું ફેરવવું હોય તો પણ બીજા વ્યક્તિ ની મને જરૂર પડે એવી હાલત થઇ એનો જવાબદાર હું પોતે જ હતો..

હવે જોઈએ કે મેં  કેવા ડોક્ટરો ની સલાહ અને દવા લીધી.

 

હું ઓળખીતા અને રિલેશન માં હતા એવા એક ઓર્થોપેડિક ની દવા લીધી અને એમને મને પીજીયોથેરાપી કરવાની સલાહ આપી,  આવું મેં ૧ મહિના સુધી કર્યું , પરંતુ કમર નો દુખાવા માં એટલે ખબર ના પડી કે સ્ટીરોઈડ દવા ચાલુ હતી, ફીજીઓથેરાપિ થી પણ કોઈ જ ફરક પડ્યો નહિ, ડૉક્ટર ને દર અઠવાડિયા માં બતાવવા જવાનું ફિક્સ જ હતું , પરંતુ ડૉક્ટર એવું કહેતા કે થોરી વાર તો લાગશે. ૧ મહિના ની સારવાર પછી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. કહ્યું કે ઓપરેશન થી જ સારું થશે. મેં ડૉક્ટર બદલાવ્યા.

હવે મેં બીજા ડૉક્ટર ની એપોઇન્ટમેન્ટ લઈને મળવા નું નક્કી કર્યું, એ ડૉક્ટર નું પણ ઓપરેશન ની જ સલાહ આપી અને જો સમય જવા દેશો તો પેરાલીસીસ થી એક પગ ખોટો પણ થઇ શકે, કેમ કે એક પગમાં 40% જ તાકાત છે. ત્યાં નસ નો રિપોર્ટ પણ કરાવ્યો અને નોર્મલ આવ્યું. મેં મક્કમતાથી નક્કી કરેલ કે હું ઓપરેશન વગર જ સારું થાય એવા જ પ્રયત્નો કરીશ. બધી દવા અને ફિજીયોથેરાપી બંધ કરી..

બીજા દિવસે આરામ કરતો હતો ત્યાંજ મારા જુના મિત્ર મને મળવા આવ્યા અને મને મારી હાલત જોઈને મને કીધું કે કાલે સવારે ૫ વાગ્યે તૈયાર રહેજે હું લેવા આવીશ અને સાંજે ઘરે મૂકી જઈશ. મેં ના પાડી કેમ કે મને અંદાજો હતો કે મને કોઈ વૈદ્ય પાસે લઇ જવાના છે.એના પેલા હું ૩-૪ વૈદ્ય પાસે જય આવેલ હતો પણ તેનાથી હું સંતુષ્ટ નહોતો.પરંતુ મિત્રપ્રેમ ને મન આપીને હું ગયો..

સવારે ૫ વાગ્યે મને વેન માં સુવડાવીને  ને લઇ ગયા, ૪ કલાક ના વાંક ચુકા રસ્તા અને પહાડો ચડ્યા પછી અમે પહોંચ્યા એક ગામડામાં. ત્યાં સુધી હું ખુબ જ અસમંજસ માં હતો કે ૨-૩ દવાખાના , ઘણા વૈદ્ય પાસે જઈ આવ્યા પછી શું આમના થી મને સારું થશે કે કેમ ? પણ ખબર પડી મારો પ્રોબ્લેમ તો નાનો છે અહીં મારા કરતા વધારે પ્રોબ્લેમ વાળા તો ઘણા લોકો લાઈન માં બેઠેલા છે.મારા માં થોરિક સકારાત્મક શક્તિ આવી. મારો વારો આવ્યો એટલે સામેથી વૈદ્યએ કીધું તમને આ પ્રોબ્લેમ છે, એમણે મને બેસાડી ને મણકા ચડાવ્યા પછી ૩-૪ વખત આવવા કીધું. ફી હતી માત્ર ૧૦૦ રૂપિયા અને એક તેલ ની શીશી આપી કમર માં માલિશ કરવા કહ્યું.પરંતુ પેલી વખત મને ત્યાંથી નીકળયા પછી એક કલાક માં જ મને રિલેક્સ થવાનું શરુ થયું.

મને કમર માં સાચું રિલેક્સ બીજા દિવસ થી મળ્યું, હવે હું કોઈ પણ દવા લેતો નહોતો, અને હું ૨ મહિના માં ૪ વખત તેજ વૈદ્ય પાસે ગયો..પરંતુ આના પેલા સતત ૩-4 મહિના થી દવા ચાલુ હતી - એનાથી શરીર વધી ગયેલ. અને કોઈ પણ ખોરાક ને ઓબઝર્વ કરવાની ક્ષમતા ઘટી ગયેલ, તેનાથી વિટામિન અને મિનરલ વધારેમાં વધારે લેતો હતો, સાથે હર્બલ કંપની નો શેક પણ શરુ કરેલ, પરંતુ તે બે મહિના થી વધારે નઈ લેવાયો, હવે હું કામ કાજ કરતો તો થઇ ગયો હતો. પરંતુ ગાદી ખસી જવાથી જે નસ માં દબાણ આવેલ તેમાં પોષણ નહિ મળવાથી જમણા ભાગનું આખું શરીર દુઃખવા આવે.

તો મને કોઈએ સલાહ આપી કે અમદાવાદ માં એક સારા ડૉક્ટર છે નામ છે BHARAT DAVE  આમની એપોઇન્ટમેન્ટ લઈને બતાવવું જોઈએ. મેં  એપોઇમેન્ટ માટે ફોને કર્યો અને ૨૦ દિવસ પછી ની પણ એમની જ હોસ્પિટલ માંથી બીજા ડૉક્ટર DR . AJAY KRISHNAN ની એપોઇન્ટમેન્ટ મળી, બરાબર આપેલ સમયે પહોંચી ગયો, અને મને એટલું જરૂર લાગતું હતું કે અહીંયા મારો આખો દિવસ નીકળી જશે, મારો MRI થશે અને બીજા રિપોર્ટ પણ કરશે, એમનું કશું જ કર્યું નહિ. મને એમ કહ્યું કે તમે હવે રિકવરી ના પડાવ માં આવી ગયા છો, થોરિક પરેજી અને થોરિક કસરત એ અને થોરૂંક વજન ઉતારો અને હું જેવા આપું છું એને નિયમિત પણે ૩ મહિના સુધી લેજો એટલે પેલા હતા તેવા થઇ જશો.અને મને બુક વાંચવાની પણ સલાહ આપી . હું આવા સેવપ્રિય ડોક્ટરો ને સલામ કરું છું કે મને ખોટો ખર્ચો કરાવ્યા વિના સારી સલાહ અને મોટિવેશન થી સારા કરવાની કોશિશ કરે છે. મેં તેમની દવા ૧ મહિના સુધી જ લીધી હતી, પરંતુ હું ૩૦-૪૦ % તો હોસ્પિટલ ની બહાર નીકળતી વખતે જ MIND SET કરીને સારો થઇ ગયેલ. આજે ૨ વર્ષ પછી જયારે હું બ્લોગ લખું છું તો હું રોજે સવારે દોઢ કલાક યોગા અને સાંજે ૨-૩ કિલોમીટર ચાલુ છું અને ૪-૫ માલ ની બિલ્ડીંગ મઆ સીડી ચડીને જ જાવ છું, જો હું હિમ્મત હારી ગયો હોત તો કદાચ એ માનસિકતા અને દુખાવા સાથે મેં અઘરું પગલું લઇ લીધું હોત. જેને પણ આ સ્લીપ ડિસ્ક નો પ્રોબ્લેમ છે તેના માટે હું સારા થયા ના ઉદાહરણ છું..

ઘણા લોકો અલગ અલગ સલાહ આપતા હોય છે અને YouTube માં પણ ઘણા વિડિઓ માં ડૉક્ટર સારવાર કરતા બતાવે છે. પરંતુ SLIP DISC માટે હું આ બે લોકોને મળવાની સલાહ આપીશ.

ડાંગ જિલ્લામાં હું ૪ વખત સારવાર લેવા ગયેલ તે વૈદ્ય : લખુભાઈ ચોર્યા

ADDRESS : AAHVA, SUBIR, SABRIDHAM, BADINAGAVTHHA, ( Monday- Holiday ) 

Google SEARCH : Diraction Link https://www.google.com/maps/dir/21.1917368,72.8633633/lakhubhai+vaidya/@21.0248954,72.7265945,9z/data=!4m9!4m8!1m1!4e1!1m5!1m1!1s0x3bde46416ba6a773:0xe1f396790a89fb67!2m2!1d73.9089324!2d20.864119?entry=ttu

અહમદાબાદ : STAVYA SPINE HOSPITAL AHEMEDABAD ( DR. BHARAT DAVE AND DR. AJAY SHRIKRISHNAN )

https://stavyaspine.com/

 

અંતે હું એટલું જરૂર થી કહીશ કે SLIP DISC થાય ત્યારે કોઈ પાસે પગ કે કમર ને આમ ખેંચે તેમ ખેંચાવવા માં ના પાડશો, સારા ડૉક્ટર ને ની જ સલાહ લેવી, અને consulting માં પૂરો સમય આપે તેવા ડૉક્ટર ને જ મળવું. કારણ કે ઘણા ડોક્ટરો પાસે આપણને સાંભળવાનો સમય જ નથી હોતો. આટલા MRI કરવો અને આટલી દવાઓ લઇ લો, બધી જગ્યાએ કમિશન ની લાલચા થી ભરડાઈ ગયેલા ડોક્ટરો થી દૂર રહેવામાં જ ફાયદો છે અને બધું પતે પછી ઓપરેશન કરવું પડશે. એમ કહેવામાં ક્યાં વાર લાગે છે. કમર ના દુખાવા ને સાધારણ ના માની લેવો અને જો સારા ડૉક્ટર ની સલાહ નથી લેવામાં આવી તો તમને બીજી વ્યક્તિ પર નિર્ભર થઇ શકો છો.મારી સાથે થયેલ આ બે વર્ષના કડવા અને સારા અબુભાવ નું વર્ણન કરેલ છે એ ઘણા હિમ્મત હારેલા લોકો માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે.

how-to-get-a-slipped-disc-back-in-place-0
how-to-get-a-slipped-disc-back-in-place-1

Leave a Comment on this Blog